લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહસ્તમેળાપદિવસ છે ઉમંગથી ભરેલો, મન છે ખુશીઓથી ભરેલ, હૈયું છે વ્યાકુળ, આવ્યો પ્રસંગ દીકરીનાં લગ્નનો, થયો સમય હસ્તમેળાપનો, પડી બૂમ 'કન્યા પધરાવો, સાવધાન', શું આ હતી વરરાજા માટે ચેતવણી? ભાઈ, સાચવજો, આઝાદી થઈ પૂરી. માંગશે આ કન્યા પળપળનો હિસાબ. વિચારી લેજે, આગળ વધવું છે કે ભાગવું છે અત્યારે જ! ???પહેલું હાસ્યઆવી એક નાની પરી ઘરમાં, ક્યારેક જાગતી ક્યારેક ઊંઘતી. રમાડવું હોય જ્યારે સૌએ, રહેતી સદાય ઊંઘતી એ. રાહ જુએ સૌ કોઈ એની, ક્યારે જાગે અને લઈએ હાથમાં. જાગે જ્યારે એ, ઘરનાં સૌ બાંધે વારા, પહેલા લઈશ હું અને પછી લેજે તું. અંતે