જેને સાચા દિલથી, હ્રદયના ઉંડાણથી ખૂબજ પ્રેમ❤️ કર્યો હોય તેના તરફથી સ્વાભાવિકપણે જ વફાદારીની અપેક્ષા રખાઇ જાય છે...!! ?❤️?નિરવ ખૂબજ પ્રેમ કરતો હતો કશીશને. કશીશનું પણ એવું જ હતું, તે પણ નિરવને દિલોજાનથી બેપનાહ મહોબ્બત કરતી હતી. બંને એકબીજાની સાથે લગ્ન કરી એકબીજાનામાં ભળી એક થઈ જવા માંગતાં હતાં પણ અચાનક નિરવને જોબ માટે બહારગામ જવાનું થયું....અને તે કશીશને છોડી, શહેર છોડીને ચાલ્યો ગયો. શરૂ શરૂમાં તે રેગ્યુલર કશીશને ફોન કરતો રહેતો પણ ધીમે ધીમે બધું બંધ થઈ ગયું હતું. તે કશીશના ફોનનો રીપ્લાય પણ આપતો નહિ. પણ કશીશ...કશીશને ખબર હતી કે એક દિવસ ચોક્કસ મારો નિરવ અચાનક આવી ચઢશે