(યશ્વી 'વાંઢા મંડળ' પ્લે પુરેપુરુ લખી નાખે છે. હવે આગળ....) યશ્વીએ નાટક લખ્યા પછી વારંવાર વાંચીને મઠારી ને પ્રેઝન્ટ કરવા તૈયાર થઈ ગયું. એક બાજુ પ્લેની પ્રેક્ટિસ ફૂલ ચાલી રહી હતી, દરેક કેરેક્ટરને ડાયલોગ ડિલવરી વખતના એક્સપ્રેશન, જેથી ડાયલોગને કોમેડી રીતે પ્રેઝન્ટ થાય. એમને લટકમટક ચાલતા પણ શીખવાડમાં આવી રહ્યું હતું. જેથી ઓડિયન્સ હસીને લોટપોટ થઈ જાય અને નાટક ની પ્રેઝન્ટેશન પણ કોમેડી લાગે. જયારે બીજી બાજુ બ્રેકગ્રાઉન્ડનું ડેકોરેશન પ્લે અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું. જેમાં સિમ્પલ ઓફિસ લુક, સ્ટેજ લુક અને એકસપેન્સિવ ઓફિસ લુકનો ગેટઅપ તૈયાર થઈ ગયો. આમને આમ તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. યશ્વીએ પણ એન્કરીંગ ની સ્ક્રીપ્ટ