યશ્વી... - 27

  • 3.3k
  • 1.3k

('વાંઢા મંડળ' નાટક રજૂ કરવાની તારીખ નક્કી કરવા બધા સોહમ ક્રિએશન ની ઓફિસે ભેગા થયા.હવે આગળ...) '16મી એ 'વાંઢા મંડળ' પ્લે પ્રેઝન્ટ કરીશું.'સોહમ ક્રિએશન' અને નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ રાખીશું.' આમ બધું નક્કી કરીને બધા છૂટા પડ્યા. યશ્વીએ પણ લખેલો પાર્ટ મઠારી દીધો અને સિલેક્ટ કરેલા ગ્રુપને ભેગું કરી કોઈને કેરેક્ટર અને ડાયલોગ્સ રેડી કરવાનું કહી દીધું. જેને કોઈ પાત્ર ના મળ્યું હોય તેમને હેલ્પ કરવાની કે બીજા કામ સોંપી દીધા. આમ, પ્લેની પ્રેક્ટિસ જોરશોરથી ચાલુ થઈ ગઈ હતી. અશ્વિન અને ભાવેશ સ્પોન્સર શોધવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યાં એક પાર્ટી ઈન્ટરેસ્ટ દેખાડયો તો એમને પ્રેક્ટિસ કરતાં બનાવેલો વિડીયો બતાવ્યો.