(યશ્વીએ લખેલું નાટક સરસ રીતે રજુ થયું અને નાટકે સ્ટેટ લેવલ પર થર્ડ રેન્ક મેળવ્યો. સોનલ, સાન્વી, નિશા, અશ્વિન, ભાવેશ અને દેવમે યશ્વીને 'સોહમ ક્રિએશન' ને જોઈન્ટ કરવા સમજાવી રહ્યા હતા. હવે આગળ...) સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ યશ્વીને સમજાવી રહ્યા હતા, પણ યશ્વી તો આંખો બંધ કરીને બેઠી હતી. એની આંખોમાં થી આસું આવી રહ્યા હતા. બધાં ગભરાઈગયા. સાન્વીએ યશ્વીને હલાવી અને હાથ પકડીને પૂછયું કે, "શું થયું ? કેમ તારી આંખમાં આસું? આ તો અમે એટલા માટે કહીએ છીએ કે...." યશ્વીએ સાન્વીને બોલતી રોકી અને કહ્યું કે, "થેન્ક યુ, તમે બધા મારી આટલી કેર કરો છો." સોનલ