('યશ્વીને થોડો સમય આપવો જોઈએ' એવું કહીને સાન્વી સોનલ અને નિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દેવમે યશ્વીને સમજાવી પણ આખરે તેના નામની વેબસાઈટ પર લખવા માટે મનાવી લીધી. યશ્વીએ પરી માટે એક મ્યુઝિકલ પ્લે લખ્યું અને તે પર્ફોમ થવા જઈ રહ્યું છે. હવે આગળ...) એક નાનકડું બાળક રમતાં રમતાં પડી જાય અને વાગે તો સૌથી પહેલાં તેને મમ્મી યાદ આવે. મમ્મીને બોલાવા માટે તે રોવા લાગે, અને જયારે તેને રોવાનો અવાજ સાંભળીને મમ્મી બધું જ કામ છોડીને તેની પાસે આવી ને તેના ધ્યાનને એ બીજી બાજુ વાળી લે, એમ કહો કે, ફોસલાવી દે. બાળક ચૂપ થઈને પાછો રમવા લાગે. એ જ