(સોનલે જુની ટુકડી માટેનું ગેટ ટુ ગેધર પાર્ટી રાખે છે. જેમાં યશ્વી અશ્વિન અને ભાવેશ ને જોઈને ખુશ થઈ જાય છે. યશ્વી હવે 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવાની ના પાડે છે. સોનલ, સાન્વી અને નિશા સમજાવે છે. હવે આગળ...) સોનલ અને નિશાની આંખોમાં પ્રશ્નો જોઈ, નિરાશા જોઈને સાન્વી બે મિનિટ તો કાંઈ ના બોલી શકે. છતાંય હિંમત કરીને, કંઈક વિચારીને બોલી કે, "રહેવા દો સોનલ અને નિશા, કદાચ સમય જાય અને આ ઘા ભરાય જાય તો જ તે સોહમ ક્રિએશન જોઈન્ટ કરે. અને આપણા ફોર્સ થી તે તૈયાર થઈ જશે ને તો પણ તે બરાબર કામ કે એકસ્ટ્રા વર્ક નહીં જ