બહાર ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હું ઓફીસે જવા માટે તૈયાર થયો ત્યા જ રસોડા માંથી અવાજ આવ્યો આજે આવા વરસાદમાં ઓફીસ ના જાવ તો ના ચાલે ? મારી પણ તબીયત સારી લાગતી ન હતી, એટલે મેં પણ ઓફીસ જવાનુ બંધ રાખ્યુ કપડાં બદલીને ખુરશી પર બેઠો ત્યાજ નિલમ કોફી લઈને આવી બન્ને એ સાથે બેસી કોફી પીધી,“નિલમે એ કહ્યુ મારી સહેલી આવે છે, હું એના ઘરે જાવ છુ. ” એટલામાં પાયલ આવી ને બન્ને ચાલી નીકળ્યા. હું હવે ઘર પર એકલો જ હતો. મારી રૂમમાં જઈને વાંચવા માટે કઈ શોધતો હતો. એટલામાં કોલેજમાં લખેલી ડાયરી હાથમાં આવી ગઈ, ધીરે-