કઠપૂતળી...

  • 3.1k
  • 1
  • 952

કઠપૂતળી....વાર્તા.......... દિનેશ પરમાર ' નજર '*************************************પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતુ. પ્રેમપત્રો આખરે તો અક્ષરનું છળ હતું. આયનો ખોદ્યા કરુ પણ ભોંયતળિયું ના મળેબિંબ તારું પામવાનું કેટલું નિષ્ફળ હતું. - ધૂની માંડલિયા ************************************ શહેરના બસો ફૂટના રીંગ રોડ પર આવેલી વૃંદાવન ગાર્ડન હોટલમાં જ્યારે સુભદ્રા ઝવેરીએ એન્ટ્રી લીધી ત્યારે રવિવારને લીધે ભીડ હોઈ, કાઉન્ટર પર તેમની રાહ જોઈ રહેલો મેનેજર રંગનાથન તરતજ ઉભો થઈ તેણીને રિસીવ કરવા દોડી ગયો. ઇન ડોર હોટલના કોરીડોરમાંથી પસાર થઈ પાછળ આઉટ ડોર,