વેધ ભરમ - 41

(216)
  • 10.1k
  • 11
  • 5.2k

રિષભ બીજા દિવસે પાંચ વાગે સુરત પહોંચી ગયો હતો. આગલે દિવસે રાત્રે બાલવી પર બેઠા બેઠા તેને અચાનક વિચાર આવ્યો અને તેણે રાકેશને ફોન કરી કહ્યું “રાકેશ મને લાગે છે કે પેલા માસીને ફોન કરવાવાળી છોકરી કાવ્યાના માસીની દિકરી જ હોવી જોઇએ. તુ તેના વિશે તપાસ કર. આ વાતનો કોઇ આધાર નથી પણ મારી સિક્સ્થ સેન્સ કહે છે કે આ બીજુ કોઇ નહી પણ કાવ્યાની માસીની દિકરી જ છે.” આ સાંભળી રાકેશે કહ્યું “ઓકે કાલે જ હું તેના વિશે માહિતી મેળવવાની કોશિષ કરુ છું.” ત્યારબાદ રિષભે મોડીરાત સુધી મિત્રો સાથે ગપ્પા માર્યા. મોડી રાતે તે રસકીટ હાઉસ પર જઇ ઉંઘી