આખી રાત પ્રિયા આંસુ સારતી બેસી રહી હતી. બીજાં દિવસે સવારે સુશીલ ઉઠ્યો, એ પ્રિયા પાસે ગયો. એણે પ્રિયાને સમજાવી. "શું કામ કષ્ટ આપે છે, પોતાની જાતને....હું દુબઈ રીટર્ન છોકરો છું, મિત્રો સાથે ક્યારેક જ ડ્રીંક કરી લઉં છું. રોજ ક્યાં ડ્રીંક કરું છું? પીવું મને ગમતું પણ નથી......, આ તો મીત આવ્યો એ વાતની એટલી બધી ખુશી થઈ હતી કે....""પણ....સુશીલ...., લગ્ન નક્કી કરતાં પહેલાં તારે મને આ વાત જણાવવી જોઈતી હતી.""મારી ભૂલ થઈ ગઈ બસ...., હવે મને માફ કરી દે...તને નથી ગમતું તો આજથી....હું નહિ પીવું...બસ..."આવી બધી ડાહી - ડાહી વાતો કરીને એ પ્રિયાને ફોસલાવી રહ્યો હતો. એની વાત સાંભળી