આ મનુષ્યજીવન શું છે? ક્ષણભંગુર જે ક્ષણે એમ થાય કે ચાલો બસ હવે બહુ થયું હવે આપણી મરજીથી જીવીએ અને બની શકે કે તે જ ક્ષણ છેલ્લી હોઈ તો ચાલોને દરેક ક્ષણ ને જીવી લઈએ ,માણી લઈએ, શ્વસી લઇએ આપણા શ્વાસ સમાન સ્વજન અને પ્રિયજનની સાથે...???????????? ' નિસર્ગ' દુનિયાથી અલિપ્ત પોતાની વ્યસ્તતાની નાનકડી દુનિયા બનાવીને તેમાં મસ્ત રહેતો વિક્રમ સારાભાઈ ઈન્સ્ટીટયૂટમાં કામ કરતો પરફેક્ટ હસબન્ડ.. ' ખુશી' એટલે આખી દુનિયાને પોતાની દુનિયામાં સમાવીને હંમેશા મસ્ત જિંદગી જીવતી અને કલ્પતી નિસર્ગની અર્ધાંગિની.. અને 'પલક' બંનેના વ્યક્તિત્વની પ્રતિકૃતિ..ખુશી:. નિસર્ગ.... નિસર્ગ આજે થોડા