અપરાધ. - 3 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(37)
  • 3.8k
  • 4
  • 1.7k

અપરાધ-3“મેમ, એક્ચ્યુલી...એક પ્રોબ્લેમ છે.”સંજનાએ થોડાં શાંત સ્વરે કહ્યું.“હા, શું થયું છે?”“મેમ, અહીં MBA ફર્સ્ટ સેમમાં મને મેરીટ બેઝએડમીશન મળી ગયેલું.. ત્યારે અહી જ એડમીશન લેવાનું મેં નક્કી કર્યું હતું. પરતું......”“પરતું....શું?”“મેમ, હું એક મિડલ ક્લાસ ફેમેલીથી બીલોંગ કરું છું. મારી ફેમીલીમાં હું, મારો નાનો ભાઈ અને મારાં મધર અમે ત્રણ જ છીએ. અને થોડાં દિવસ પહેલાં જ ભાઈનું એક્સીડેન્ટ થયું.”“ઓહ!”“ભાઈના પગનું ઓપરેશન કરવું પડ્યું. જેના કારણે હવે મારાંથી કોલેજ ફીઝ અફોર્ડ થાય તેમ નથી. માટે મારે મારું એડમીશન કેન્સલ કરાવવું છે.”“ઓહ, જો સંજના પ્રથમ રાઉન્ડમાં આ કોલેજ મળવી બવ મોટી બાબત ગણાય, અહી એડમીશન મેળવવા ઘણા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે.