મર્ડર માસ્ટરી (આઝમપુર) - 2

(60)
  • 4.8k
  • 10
  • 1.8k

પોલીસ સ્ટેશને જવા તૈયાર થયેલી વૈશાલી ઘરની પાછળના પોતાના બગીચામાં ખુરશી પર બેઠી બેઠી ચા પી રહી હતી. જમણા હાથમાં ચાનો કપ હતો અને ડાબા વડે એ સામેના નાનકડા ટેબલ ઉપર પડેલા ન્યુઝપેપરના પન્ના ફેરવી રહી હતી. "છ ખૂનો બાદ ફરી એકવાર આઝમપુરમાં સનસનાટી ફેલાવી નાખે એવી ઘટના બની. આઝમપુરના જાણીતા અને માનીતા લેખક વિશ્વદીપ મિશ્રાનું અડધી રાતે ખૂન" ન્યુઝ પેપરના મથાળે જ હેડલાઈનમાં ઉપરના સમાચારો છપાયેલા હતા. "ઓહ..' સમાચાર વાંચીને વૈશાલીના મોંઢામાંથી દુઃખભર્યા ઉદ્દગાર નીકળી પડ્યા. વૈશાલી રાતે પોલીસ સ્ટેશનમાંથી વહેલી ઘરે આવી ગઈ હતી એટલે વિશ્વદીપ મિશ્રાનું ખૂન થયું એ અંગે એ સાવ બેખબર હતી. ન્યુઝપેપરના પહેલા