|પ્રકરણ – 7| શું શિવાની મેડમ, છે ને એકદમ નેચરલ જગ્યા. અરે ! આ જ...આ જ વાક્ય હું બોલી મનમાં – એકદમ નેચરલ જગ્યા છે. મન સરખું બોલવા લાગ્યું પછી બીજું શું જોઇએ. ચાલો થોડું ઘૂમીએ અંદર. હા અહીં તો રખડપટ્ટી જ કરવી જોઇએ, આવી અફાટ જગ્યા ક્યાં મળે ! અલગારી રખડપટ્ટી કરીએ – ને હા મુંબઈમાં આટલા ચોરસ મીટરમાં ફરવું હોય તો દરિયો ખેડતા આવડવું જોઈએ. ચાલ પેલી ટેકરી પાસે જઈએ અને પછી દોડીને ચડી જવાનું ઉપર – જોઈએ કોણ પહેલું પહોચે છે, જઈએ ટેકરી પાસે. આ દોડીને ચડવું ને એવું બધું –