વસંતપંચમી થી હોળી ૪૦ દિવસ

  • 2.5k
  • 3
  • 742

વસંતપંચમી થી હોળીના ૪૦ દિવસ વ્રજમાં દિપક ચીટણીસ (dchitnis3@gmail.com)-----------------------------------------------------------------------------------------------પુષ્ટિમાર્ગમાં હોળીની શરૂઆત મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીથી થાય છે. હોળી એટલે વ્રજવાસીઓ ગોપગોપીઓ ભેગા થઈ નંદરાયજી ને ત્યાં જઈ જશોદાજી પાસેથી કાનુડાને લઈ આવે અને પછી બધા જ વ્રજવાસીઓ આ બાળકને અબીલ ગુલાલ અને કેશુંડાથી રંગે અને આનંદ મનાવે. આ રીતે વસંતપંચમીથી હોળી સુધી વ્રજના ગોપગોપીઓ રાધા અને કૃષ્ણ સૌ ભેગા થઈ એકબીજા ઉપર રંગ છાટીને જે આનંદ માણે તેનું નામ હોળી. મહા સુદ ચોથના દિવસે કાશીવાળા શ્રી મુકુન્દરાયજીનો પાટોત્સવ અને પ. ભ. શ્રી દામોદરદાસ હરસાનીજીનો જન્મદિવસ આ દિવસે એક ગોપિકા સાંજના સમયે શ્યામસુંદરને મળવા માટે પોતાના ઘરની બહાર નીકળી. આ વખતે શ્રીકૃષ્ણ પ્રભુ ગાયો ચરાવીને વૃંદાવનથી ગોકુળ પરત પધારી રહ્યા હતા. પેલી ગોપીકાએ પ્રેમપૂર્વક પ્રભુને નીરખીને દર્શન કર્યા. તે ખૂબ જ પ્રસન્ન થઈ. તરત