ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 14

(61)
  • 3.4k
  • 1
  • 1.1k

"કેપ્ટ્ન આ બાજુ આવો આ તરફ જ ગયો છે પીટર.' ખડકો પાસેના પાણીમાં સૌથી મોખરે ચાલી રહેલો જ્યોર્જ બોલ્યો. બધા જ્યોર્જની પાછળ પાછળ પાણીમાં જતાં હતા. જ્યોર્જ જે તરફ પીટર ગયો હતો એ તરફ બધાને લઈને આગળ વધી રહ્યો હતો. જેમ જેમ બધા આગળ વધતા હતા એમ-એમ એમની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો કારણ કે આજુબાજુ ખડકો અને પાણી જ દેખાતું હતું. પીટરનો ક્યાંય પત્તો નહોંતો. બધા પેલી શેવાળ જામેલી શીલા સુધી આવી પહોંચ્યા હતા. "જ્યોર્જ સામે જો. ત્યાંથી આ કુંડાળાકાર ખડકોની અંદર જવાય એવી જગ્યા છે.' કુંડાળાકાર ખડકોની અભેદ દીવાલની અંદર જવાની વિશાળ જગ્યા બતાવતા કેપ્ટ્ન હેરી બોલ્યા.