આરોહ અવરોહ - 22

(109)
  • 5.5k
  • 3
  • 3.7k

પ્રકરણ - ૨૨ કર્તવ્ય અને મિસ્ટર નાયક કર્તવ્યની ઓફિસમાંથી બહાર નીકળ્યાં ત્યાં જ કોઈની ચિત્ર વિચિત્ર રીતે છુપાઈને આ બંનેને જોઈ રહેલી નજર પર કર્તવ્યનું તીક્ષ્ણ નજરોથી ધ્યાન પડતાં જ એ કંઈ વધારે ધ્યાન આપે એ પહેલાં જ બે આંખો જાણે ધીમેથી ત્યાંથી ફટાક કરતી ઓઝલ થઈ ગઈ... કર્તવ્ય મિસ્ટર નાયકની સાથે ત્યાંથી નીકળી તો ગયો પણ એની ચકોર આંખોમાં એનાં વિશે કેટલાંય સવાલો ચકરાવા લાગ્યાં...! એની ચાલાક નજર અને દીર્ધ દ્રષ્ટિ ક્યાંય સુધી પહોંચીને વિચારવા લાગી‌‌...! ******* કર્તવ્ય આજે રોજ કરતાં ઓફિસથી વહેલો આવતાં એનાં મમ્મી ખુશ થઈ ગયાં. એમણે કહ્યું, " બેટા ફટાફટ ફ્રેશ થઈ જાય આજે બધું