આરોહ અવરોહ - 5

(119)
  • 6.8k
  • 3
  • 5.1k

પ્રકરણ – ૫ કર્તવ્યએ મોટાં લોકોથી સરભર મિટીંગમાં લેપટોપમાં એણે બનાવેલા પ્રેઝન્ટેશનમાં પોતાનું મિશન માટેનું હેડિન્ગ બતાવીને કહ્યું, " હવે બધાં આ મિશન માટેનાં બીજાં કોઈ નામ પણ સજેસ્ટ કરી શકે છે. કોઈ વધારે સારું નામ સૂચવે તો આ બદલી દઈશું એમાં કોઈ જ વાંધો નથી." મોટાં ભાગનાં બધાં લોકોને આ બરાબર લાગ્યું. પણ એકાદ બે જણાંએ બીજાં નામ સૂચવ્યા પણ RFOL જેવું કોઈ સરસ અર્થસભર અને અસરદાર ન લાગ્યું. આથી અંતે 'મિશન RFOL' નામ ફાઈનલ થઈ ગયું. પછી કર્તવ્યે મિશન મુજબ થોડું વાતચીત આગળ કરતાં કહ્યું, " આપણું મિશન છે કે પુરૂષપ્રધાન સમાજમાં આજે સ્ત્રીઓ માટે જગ્યા, વિચારો બધું