આરોહ અવરોહ - 4

(117)
  • 7.3k
  • 4
  • 5.5k

પ્રકરણ – ૪ સવારમાં મલ્હારનાં જતાં રહ્યાં બાદ બેડ પર આડી પડતાં આધ્યાની આંખો મીંચાઈ જતાં એને ખબર જ ન પડી કે કેટલાં વાગી ગયાં છે. એકાએક રૂમનો દરવાજો કોઈએ જોરજોરથી ખખડાવતા એ સફાળી બેઠી થઈ ગઈ. એણે પોતાની સાડીને સરખી કરી ને દરવાજો ખોલ્યો. એને લાગ્યું જ કે કદાચ બહું મોડું થઈ ગયું છે. પણ દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઈને એ થરથર ધ્રુજવા લાગી...એને પરસેવો થવા લાગ્યો... માંડ માંડ પોતાની જાતને સંભાળતાં દરવાજો પકડીને ઊભી રહી ગઈ...! દરવાજો ખુલતાં જ સામે શકીરા ગુસ્સામાં લાલચોળ બનીને અકીલાનાં વાળ પકડીને ખેંચીને એનાં પર શબ્દોનો મારો કરી રહી છે. સાથે જ