" કૉલેજની એ દુનિયાની વાત કંઈક જુદી જ હતી, રોજ મળતાં, સાથે બેસતાં, આંખોમાં આંખો પરોવીને વાતો કરતાં, સમય ક્યાં પૂરો થઈ જતો તેની ન તો મને ખબર રહેતી ન તને.... પણ હવેની વાત કંઈક અલગ છે દેવ,એ દિવસો ચાલ્યા ગયા, એ સમય પણ ચાલ્યો ગયો. હવે તારે મને ભૂલી જવી પડશે...!! અને મારે પણ તને ભૂલી જવો પડશે...!! છૂટકો જ નથી, મારી પણ કંઈક મજબુરી હોય ને તું સમજતો કેમ નથી..?? " આનલ દેવને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહી હતી.પણ, દેવ આ વાત ન તો માનવા તૈયાર હતો કે ન તો સ્વીકારવા તૈયાર હતો. તે ફરિયાદ કર્યે જતો હતો