હાથ પકડવો તો એનો

(20)
  • 5.1k
  • 1
  • 1.2k

બંસી મોઢા *વાર્તા: હાથ પકડવો તો એનો* એમના મોઢામાંથી આવતી દારૂ ની તીવ્ર વાસ થી મારી એના પ્રત્યેની ધૃણા ઓર વધી ગઈ હતી.. મને ઈચ્છા થઈ કે હું એમનો હાથ છોડીને ભાગી જાઉં..પણ કેમ....? એક તો મા ના ગયાનું દુખ હજું છાતીમાં ડુમો બાઝીને પડ્યું હતું તેમાં એણે કચકચાવીને પકડેલો મારો હાથ પીડામાં વધારો કરી રહ્યો હતો.... હું ઢસડાતી ઢસડાતી પાછળ ચાલી રહી હતી... અને પાછળ છુટી ગયેલા દિવસો મારી આગળ આગળ ચાલી રહ્યાં હતાં... કેવી ગોઝારી હતી એ રાત! મા છેલ્લા શ્વાસ ગણી રહી હશે એ શી ખબર? જ્યારે ફુલીમાસી એ મા