પપ્પા નાં પુનર્લગ્ન

(67)
  • 7.4k
  • 2
  • 2.7k

" કહું છું તમે આ સમાચાર વાંચ્યા છાપામાં ? આપણે પણ પપ્પા માટે આવું કંઇક વિચારવું જોઈએ. " રાત્રે બેડરૂમમાં સુતાં સુતાં નિરાલી એ જયદીપને મનની વાત કરી. " કયા સમાચાર ? " જયદીપને કંઈ સમજાયું નહીં. " તમે તો સવારે છાપું પણ શાંતિથી વાંચતા નથી. મુખ્ય મુખ્ય સમાચાર જોઈ લો છો. ઉભા રહો હું પેપર લઈ આવું. તમે પોતે જ વાંચી લો. " નિરાલી ડ્રોઈંગ રૂમમાં જઈને પેપર લઈ આવી અને જયદીપના હાથમાં મૂકયું. " આ વાંચો " *વહુ દીકરા એ ભેગા મળીને વિધુર પપ્પાનું લગ્ન કરાવી આપ્યું* -- મોટા મથાળે સમાચાર હતા. જયદીપે વિગતવાર સમાચાર વાંચી લીધા. " હવે