વેધ ભરમ - 40

(198)
  • 9.9k
  • 7
  • 5.3k

રિષભ ઘરમાં તલાસી લેતા લેતા જેવો રસોડામાં પહોંચ્યો એવો જ ચોંકી ગયો. રસોડામાંથી પાછળ વાડામાં જવાનો એક દરવાજો પડતો હતો અને આ દરવાજો એમજ અટકાવેલો હતો. દરવાજામાં ઘણા બધા પગલાની છાપ પડેલી હતી. ત્યાં આજુબાજુ એટલી ધુળ જમા નહોતી થઇ જેટલી આખા ઘરમાં હતી. આ જોઇ રિષભ ચોંકી ગયો અને દરવાજો ખોલી બહાર વાડામાં ગયો એ સાથે જ તેણે રાકેશને બુમ મારી કહ્યું “રાકેશ, પેલા માસીને બોલાવ. મને લાગે છે તે પણ આમા સામેલ છે.” આ સાંભળી રાકેશ રિષભ પાસે આવ્યો અને બોલ્યો “કેમ તુ એવુ શેના પરથી કહી શકે છે?” “જો આ રસોડાનો દરવાજો ખુલ્લો હતો અને અહી ઘણા