પ્રિયા આઠ વાગે સીમા ના કહ્યા મુજબ પહોંચી ગઈ હતી. તે ત્યાં થોડી વાર ઊભી રહી ત્યાં સીમા ઉપર ફ્લેટ માંથી આવી અને તેને પોતાની સાથે આવવા કહ્યું. સીમા ચોથા માળ ના ફ્લેટ માં રહેતી હતી. તે ફ્લેટ ખૂબ સુંદર હતો. સીમા પ્રિયાને પોતાના ઘર ની અંદર લઇ ગઈ. પ્રિયા એ ઘર માં જોયું તો ઘર ખૂબ સારી રીતે સજાવેલું હતું. સીમા એ પ્રિયા ને બેસવા કહ્યું અને તે ચા બનાવવા જતી રહી. આ સમયે પ્રિયા ની નજર દીવાલ પર લટકાવેલ મેડલ પર પડી. ત્યાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ લટકાવેલ હતા. પ્રિયા ઊભી થઈ તે જોવા