એક ભૂલ - શંકા

(11)
  • 3.3k
  • 1.1k

મિહિર ના પગ પર મોજા આવી અથડાતાં હતા પણ એને કોઈ સુધબુધ હતી નહિ. આજે ઘણા વર્ષો પછી એ સાગરને મળવા અને તેનો આસ્વાદ માણવા આવ્યો હતો. કુદરતની લાલિમા અને તેના સ્પર્શ થી આવતા સ્પંદનો એ તેના મનને કબ્જે કરી લીધું હતું. લગભગ એક કલાક એક જ સ્થિતિમાં ઊભો રહ્યો.પોતાનું રાજીનામું મુખ્યમંત્રી શ્રી દુષ્યંત દિવાન ને સોંપી સૌ જાહોજલાલી થી દૂર રીક્ષા માં બેસી દરિયાકિનારે એના મનગમતા ખૂણે આવી ઊભો રહ્યો હતો. એણે એના ગુરુ દુષ્યંત દિવાન ને પોતાના પ્રેમ માટે આજે છોડી દીધા હતા. જુવાનીના તરવરાટ સાથે મિહિરે