અજીબ કહાની પ્રિયાની.... - 25

(25)
  • 2.8k
  • 1.4k

મીતનાં આવ્યાં પહેલાં પ્રિયા સમય પસાર કરવાનાં બહાના શોધતી રહેતી હતી ને હવે સમયનો એવો અભાવ રહેતો હતો કે માંડ-માંડ ટી. વી. પર એકાદી સિરિયલ જોવા મળતી હતી. મીતનાં લાલન-પોષણમાં જ દિવસનો મોટાં ભાગનો સમય એનો જતો રહેતો હતો. સુશીલે ઘરનાં એક રૂમને એટલાં બધાં જાત-જાતનાં રમકડાંથી ભરી દીધું હતું કે જાણે એ રૂમમાં અંદર જતાં જ ટૉય લેન્ડમાં આવી ગયાં હોય એવું લાગતું. આ બધું જોઈને પ્રિયા છક થઈ ગઈ હતી. એને પોતાનું બાળપણ યાદ આવ્યું, એને નાનપણમાં રમવા માટે બે -ચાર ઢીંગલીઓ અને એક કિચન - સેટ જ મળ્યા હતાં. આમ તો હવે સુશીલે રાત્રે ઘરે મોડાં આવવાનું છોડી