કાવ્ય સંગ્રહ - 5

  • 3.4k
  • 1
  • 1.5k

મોબાઈલના આ આધુનિક વોટ્સઅપ યુગમાં ક્યાં છે સમય કોઈની પાસે એકબીજાને ઘરે જવાનો...???અને એવા સમયમાં કોઈ ગમતી વ્યક્તિ અચાનક દરવાજે દસ્તક આપે ત્યારે વિસ્મયતા સાથે રોમે રોમમાં જે હાસ્ય છવાઈ જાય છે તે ક્ષણ અદ્ભૂત હોય છે. અને કોઈ ઓળખીતું પણ, અચાનક બારણે ટકોરા મારે ત્યારે ગમે છે.... " ત્યારે ગમે છે " કોઈ બારણે ટકોરા મારે ત્યારે ગમે છે. કોઈ ઉભું રાહ જોતું દેખાય ત્યારે ગમે છે. ક્યાં છે સમય કોઈની પાસે...?? અટવાયા સૌ આ જીવનની ભાગદોડમાં.. વ્યસ્ત આ જીવનમાં કોઈ ફોન કરી પૂછે, " કેમ છો ? " ત્યારે ગમે છે. ક્યાં જાય છે એક-મેકના ઘરે કોઈ હવે...??