સુંદરી - પ્રકરણ ૭૬

(131)
  • 5.6k
  • 8
  • 3k

છોંતેર “તમારામાંથી ચા માં મને કોણ કંપની આપશે?” શિવ ટી સ્ટોલ પાસે પહોંચતાની સાથે જ ઈશાનીએ એની ફ્રેન્ડ્સને પૂછ્યું. તમામે નકારમાં ડોકું હલાવ્યું. ઈશાનીની બધીજ ફ્રેન્ડ્સને ચા કરતા નાસ્તો કરવામાં વધુ રસ હતો જ્યારે ઈશાનીને ફક્ત ચા પીવામાં. પોતાની એક પણ સહેલીએ ચા પીવામાં કંપની આપવાની હા ન પાડતાં ઈશાની નિરાશ થઇ ગઈ એટલે એ શિવ ટી સ્ટોલના માલિક શ્યામલ તરફ વળી. “અમે અહીં નાસ્તાનો ઓર્ડર આપીએ છીએ, તું ત્યાં સુધી ચા નો ઓર્ડર આપી દે.” ઈશાનીની ત્રણેય સહેલીઓમાંથી સહુથી વધુ ભૂખ જેને લાગી હતી તે રુહી ઈટાલીયન ફૂડના ટ્રક તરફ ઝડપથી ડગ માંડતા બોલી અને તેની સાથે જાનકી