અપરાધ - 2 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(31)
  • 4.8k
  • 1
  • 2k

અપરાધ-પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન-2આગળના ભાગમાં જોયું કે સંદીપ કોઈ યુવતી સાથે કંઈક પ્લાન વિષયક વાત કરી અનંતના રૂમ તરફ ગયો હતો...હવે આગળ....રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતાં અનંત અર્ધ નિંદ્રા અવસ્થામાં હતો તેથી આંખ ખોલવાની તસ્દી લીધા વગર જ કહ્યું, “સંદીપ, અહીં જ સુઈ જા ભાઈ.."“હા, અને તું હજી જાગે છે. મને તો એમ કે ભાઈ સાહેબ કુંભકર્ણની જેમ નિંદ્રાવશ થઈને પડ્યા હશે."અનંત એ બ્લેન્કેટ ખેંચતાં ખેંચતાં કહ્યું,“હું તો સુઈ જ ગયેલો, આ તો દરવાજાના અવાજથી થોડો ખલેલ થયો."સંદીપે રમુજી ભર્યા અવાજમાં કહ્યું,“કાલે સવારે અંકલને કહેવું છે, રાજકુમાર અનંતની ઊંઘમાં આ દરવાજો ખલેલ પહોંચાડે છે, આ કક્ષનો દરવાજો દૂર