હે પ્રભુ - મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.

  • 5.7k
  • 1
  • 1.3k

પ્રેરણાત્મક પ્રાથનારૂપી કવિતા હે પ્રભુ, મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે. તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે. અંગો આપ્યાં તે જેના માટે, ભૂલી ગયો છે એ,શેના માટે ? સાંભળ, સાંભળવા જેવું છે. તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે. હે પ્રભુમારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.આંખોમાં એણે ભર્યું છે ઝહેર, એની જીભ મચાવતી, કાળોકેર હાથોથી એ કરતો એવી ચાલાકી, ભોગવી રહ્યા સૌ, સારા હાલાકી સારા માટે જીવન જાણે, જીવતા દોઝખ જેવું છે. તારી બનાવેલી દુનિયામાં હવે, માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.હે પ્રભુમારે કંઈ લેવું નથી, પણ કહેવું છે. પોતાના દિમાગથી એ સીધો ન ચાલે, હેઠો પાડવા પાછો, સારાનો એ પગ