તપન ની તપસ્યા

(5.8k)
  • 3.3k
  • 874

તપન ની તપસ્યા પ્રકરણ 1ચોમાસા ના દિવસો હતા. આખી રાત ના વરસાદ રાજકોટ પર વરસ્યો હતો. તપસ્યા વહેલી સવારે ઉઠી અને બાલ્કની તરફ દોડી. વરસાદ હજુ વરસી રહ્યો હતો. અંદર આવી તપસ્યા વિચારવા લાગી આજે જોબ પર જવું કે નહીં. પછી યાદ આવ્યું આજ તો સ્ટાફ રજા પર હશે એટલે જવું તો પડશે. એટલામાં...મમ્મી નો ફોન આવ્યો. "હેલો તપુબેટા આજે જોબ પર ન જતી રાજકોટમાં ખૂબ વરસાદ પડ્યો છે એવા ન્યુઝ અમને મળ્યા અને અમે કાલ સવારમાં આવી જઈશું."તપસ્યા : "હા મમ્મી નહીં જાવ "અને ફોન કટ કર્યો.તપસ્યા તૈયાર થઈ અને બહાર નીકળી સ્કૂટર ને સેલ્ફ મારી. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય એવું લાગતું હતું.