માનવસ્વભાવ - 1 - એકલતા

  • 6.1k
  • 2
  • 2.4k

"એય તે મારા ફળિયામાં પગ કેમનો મુક્યો???" એક સ્ત્રી સખત ગુસ્સામાં બોલી. "બેન હું ફક્ત ઘરનો કચરો લેવા આવ્યો હતો. બીજું કંઈ જ નહીં" સામેવાળો ભાઈ આ બાઈનું પ્રચંડ સ્વરૂપ જોઈ બોલ્યો. "મને પૂછ્યું તે? અહીં આવતા પહેલા? નીકળ અહીંથી. જ્યારે પણ કચરો લેવા આવે ત્યારે મને બુમ પાડવાની. હું જ આવીશ. એ સિવાય મારા ફળિયામાં પગ મૂક્યો તો પગ તોડી નાંખીશ. યાદ રાખજે." એ બાઈ પોતાની લાલ આંખો કરી ચેતવણીના સ્વરૂપમાં બોલી. એ ભાઈ ત્યાંથી અપમાનિત થઈ આસપાસ ઉભેલા લોકોની દયામણી નજર સાથે ત્યાંથી નીકળી ગયો. એની આસપાસ ઉભેલા બધા જ લોકો આ બાઈના સ્વભાવથી પરિચિત હતા. કોઈ એની