હૉસ્પિટલથી માયા બાળકને લઈ ઘરે આવી. ધામધૂમથી છઠ્ઠી ઉજવવામાં આવી. બાળકનું નામકરણ થયું. રૂષભ નામ પાડવામાં આવ્યું. બાળકનાં આવવાથી હવે એકેય જણ નવરું બેસી રહેતું નહોતું. વર્ષો પછી આ ઘર નાનાં બાળકની કિલકારીઓથી ગૂંજવા લાગ્યું હતું. રૂષભને રમાડવા માટે સૌ કોઈ બહાના શોધતું ફરતું હતું. રૂષભ હતો પણ એવો ગોરો ને ગોળમટોળ. એની સાથે કાલી - ઘેલી ભાષામાં વાત કરીએ એટલે ખડખડ હસવા માંડતો. એને રમાડતાં - રમાડતાં કોઈ ધરાતું જ નહોતું. પ્રિયાને રૂષભની એવી માયા લાગી ગઈ હતી કે એને છોડીને જવાનું પ્રિયાને મન તો નહોતું થતું પણ એનો જવાનો દિવસ આવી ગયો હતો એટલે હવે તો જવું પડે