પેઈંગ ગેસ્ટ

(46)
  • 5.1k
  • 4
  • 2.1k

ભાવનગરથી હાર્દિક દેસાઈની બેંક ટ્રાન્સફર જામનગરની ગ્રેઇન માર્કેટ બ્રાંચમાં થઈ ત્યારે જામનગર સ્ટેશને ઉતરીને સૌથી પહેલાં એણે નજીકની એક હોટલમાં રૂમ લઈ લીધો. મકાન શોધવામાં કદાચ ત્રણ ચાર દિવસ થઈ જાય તો તત્કાલ રહેવા-જમવાની વ્યવસ્થા કરવી જરૂરી હતી. જો કે એની ટ્રાન્સફર થઈ ત્યારે બેંકની ભાવનગર બ્રાન્ચના જનરલ મેનેજર શાહ સાહેબે જામનગરમાં રહેતા એમના બનેવી ચિનુભાઈ શાહ ઉપર એક ભલામણ ચિઠ્ઠી લખીને હાર્દિકને આપી હતી અને ખાસ આગ્રહ કર્યો હતો કે -- જામનગર જઈને પહેલાં ચિનુભાઈ ને મળી લેજો. મેં એમની સાથે ફોન ઉપર વાત પણ કરી લીધી છે. એ તમને સારી લોકાલિટીમાં મકાન શોધી આપશે. નાહી ધોઈને ફ્રેશ