વિશ્વવિજેતા સિકંદરના જીવન વૃત્તાંત પર નજર કરીએ તો આપણને એમ જ લાગે કે સિકંદરને યુધ્ધ ખેલવા અને નવા નવા પ્રદેશો જીતવા સિવાય બીજા કશામાં રસ નહોતો. પરંતુ ઇતિહાસ કહે છે કે આવું અવલોકન સાચું નથી. યુધ્ધ ખેલવું અને નવા નવા પ્રદેશો જીતવાનો એનો રસ મુખ્ય હતો, કહો કે એ એની મુખ્ય પ્રવૃત્તિ હતી. બાકી એના રસનાં તો ઘણા ક્ષેત્રો હતાં. એ ચિત્રકળા, સંગીત, કુદરતી સૌન્દર્ય, ફિલસૂફી વગેરે અનેક વિષયોમાં ઊંડો રસ લેતો હતો. ખરી વાત એ છે કે એના વ્યક્તિત્વમાંનું રસવૈવિધ્ય જ એના વિજેતા બની રહેવાનું એક મુખ્ય કારણ હતું. રસવિહિન વ્યક્તિ કદાચ કોઈ એક ક્ષેત્રોમાં સફળતા મેળવે તો પણ