વેધ ભરમ - 39

(211)
  • 8.5k
  • 11
  • 5.2k

કમિશ્નર ઓફિસમાં રિષભ બેઠો હતો ત્યાં એક માણસ દાખલ થયો. એકદમ ફિટ અને કસરતી બોડી એકદમ કાળી અને બંને ખુણે અણીદાર મુછો. ધારદાર આંખો જે સ્કેનરની જેમ સામેના માણસને આખો સ્કેન કરી લે. રિષભ અને તે યુવાનની એકબીજા સામે નજરો ટકરાઇ એ સાથે જ બંને એકસાથે બોલી પડ્યા અરે તું અહીં ક્યાંથી?” આ યુવાનને ઓળખતા જ રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને તેને ભેટી પડ્યો. તે યુવાન હતો રાકેશ ભાટીઆ. તે બંનેને આ રીતે એકબીજાને મળતા જોઇ કમિશ્નરને નવાઇ લાગી અને તે બોલ્યા “અરે તમે રાકેશને ઓળખો છો?” આ સાંભળી રિષભ બોલ્યો “અરે, માત્ર ઓળખતો નથી પણ રાકેશ મારો ભાઇબંધ