વડોદરા... રેલ્વે સ્ટેશન ઉપર પહેલો પગ મુકતા જ નવી સ્ફુર્તિ અાવી ગઇ હતી જાણે.. એ પહેલાં કે ટ્રેન સરખી રીતે ઉભી રહી શકે, મે મારું નાનું અમથું બેગ ઉઠાવ્યું અને ચાલુ ટ્રેનમાં જ ઉતરી ગઇ.. ત્રણ વર્ષ પછી પિયર અાવેલી હું દાળવડા અને મેગેઝિન્સ વેચી રહેલાં ફેરિયાઓની ભીડ વચ્ચેથી રસ્તો કરીને ઝડપથી બહાર સરકી. રીક્ષામાં બેસીને એક નજર ચારે તરફ નાખી. તેજ ગતિએ ભાગતું અા સંસ્કારી નગર કોઇ જમાનામાં એક શાંત સભ્ય શહેર હતું...મારું ઘર હતું...!! નવા શરું થયેલાં મોલ્સ અને ઉભરાતી ગાડીઓથી ભરેલાં રસ્તાઓ ઉપર મારી રીક્ષા પણ પુરપાટ વેગે દોડવા લાગી. પ્રતાપગંજ જતાં રસ્તા વચ્ચે જોકે રીક્ષાચાલકને પોતાની