ભાગ 14 કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન રેલવે સ્ટેશનમાં પોતાની હાજરી હોવાના લીધે BLAના સભ્યોને ખાનગી ધોરણે મદદ કરતો ડૉક્ટર અસદ આઝમ મસૂદના શત્રુઓને લઈને રેલવે સ્ટેશનથી પાછો વળી ગયો હોવો જોઈએ એવું તાર્કિક અનુમાન ગુલામઅલીએ ડૉક્ટર આઝમની કારને જોતા લગાવી લીધું હતું. અલી અને મસૂદ જીપ લઈને આઝમની કારનો પીછો કરવા લાગ્યા ત્યારે એકાએક આઝમની કારની ગતિ વધી ગઈ. ડૉક્ટર આઝમની કારની અચાનક વધેલી ગતિના લીધે અલીને પૂરતી ખાતરી બેસી ગઈ કે નક્કી અસદ આઝમ પોતાનાથી પીછો છોડાવવા મથી રહ્યો છે..આથી જ એને ડૉક્ટર આઝમની કારનો પીછો ચાલુ જ રાખ્યો, અને છેવટે ડૉક્ટરની કારને આંતરી લીધી. "ડૉક્ટર..કોઈ ચાલાકી કર્યાં