ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 11

  • 2.6k
  • 1.9k

ભાગ 11 જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન રાજવીર શેખાવતે બનાવેલી યોજના મુજબ અર્જુન અને જિશાન ડિસ્ટ્રીકટના દરિયાકિનારેથી ફુશાન આઈલેન્ડ જવા માટે જિશાન આવી પહોંચ્યા. ચીનના અવ્વલ નંબરના ડ્રગ્સના ધંધાદારી એવા લોન્ગ અને લીને આબાદ છેતરવાની સાથે એમના બેન્ક બેલેન્સને તળિયાઝાટક કરવાનો પારાવાર આનંદ અર્જુન અને નાયકને હતો. "શાહિદ, તું અહીં કાર ઊભી રાખ..!" સામે દેખાઈ રહેલા દરિયાને જોતાવેંત જ અર્જુને કાર હંકારી રહેલા શાહિદને ઉદ્દેશીને કહ્યું. અર્જુનના આમ બોલતા જ શાહિદે જિશાન ડિસ્ટ્રીકટના દરિયા કિનારા નજીક આવેલ લીકર બાર નજીક કાર થોભાવી. અહીંથી દસેક ડગલા દૂર દરિયાનો બીચ શરૂ થતો હતો. અર્જુન અને નાયકે પોતપોતાના હોલ્ડઓલને ખભે નાંખ્યા અને દરિયાકિનારે ઊભેલી