ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 9

  • 2.4k
  • 1
  • 1.7k

ભાગ 9 જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન શાંઘાઈના દક્ષિણ પશ્ચિમમાં આવેલ જિશાન ડિસ્ટ્રીકટ નામનો વિસ્તાર રોજની માફક ટ્રાફિકથી વ્યસ્ત હતો. શેખાવતના કહેવાથી અર્જુન અને નાયક શાહિદની સાથે જિશાન ડિસ્ટ્રીકટ તરફ રવાના થઈ ચૂક્યા હતા. એ લોકો જ્યાં સુધી જિશાન પહોંચે ત્યાં સુધીમાં તો શેખાવતે એમને વિલાડનો નંબર મેસેજ કરી દીધો હતો. અર્જુન સમજતો હતો કે હવે એ લોકોનો પીછો નહિ થાય પણ એની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે લી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ આવી પહોંચ્યો. આઈલેન્ડનાં કિનારે સ્પીડ બોટના અવશેષો અને અવશેષોમાં પડેલી બે ડેડબોડી જોઈને પહેલા તો યાંગ લી ભારે રાહત અનુભવી. હૃદય પરથી મણભાર વજન ઓછું થયું હોય એવી પ્રતીતિ સાથે