ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 8

(64)
  • 3.8k
  • 58
  • 2.4k

ભાગ 8 અમદાવાદ, ગુજરાત "હેલ્લો ડૉક્ટર.." જેવો ડૉક્ટર અક્ષય પટેલે શેખાવતનો કોલ રિસીવ કર્યો એ સાથે જ ઉષ્માભેર શેખાવતે પોતાની ઓળખાણ આપતા કહ્યું. "હું રૉ ચીફ રાજવીર શેખાવત વાત કરી રહ્યો છું." કેવિનનો નંબર ડૉક્ટર પટેલ જોડે હતો એથી પોતાની સાથે વાત કરનાર વ્યક્તિ રૉ ચીફ રાજવીર શેખાવત હોય એ વાત ડૉક્ટર માટે પચાવવા યોગ્ય હતી; બાકી કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હોત અને એ કોલ કરનાર પોતાની ઓળખાણ રૉ ચીફ તરીકે આપે તો એ સાચું બોલે છે કે ગપ હાંકે છે એની તપાસ કરાવ્યા વિના ડૉક્ટર પટેલ વાત આગળ ના વધારત..!! "મારા અહોભાગ્ય કે તમારા જેવી દેશની વિરલ