ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 3

(138)
  • 5.6k
  • 11
  • 3.4k

ભાગ 3 હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન દુબઈના બે માલેતુજાર શેખના વેશમાં અર્જુન અને નાયક આબાદ અભિનય થકી પહેલા ગોંગ, પછી યાંગ લી અને છેલ્લે લોન્ગને છેતરીને પોતાને સોંપવામાં આવેલા મિશનને પૂર્ણ કરી ચૂક્યા હતા. લોન્ગની ડ્રગ્સ ફેક્ટરીથી જેવા એ લોકો પોતાની હોટલ તરફ જવા અગ્રેસર થયા એ સાથે જ લોન્ગને જાણકારી મળી કે રહેમાની અને હુસેની નામનાં બંને શેખ પોતાને આબાદ રીતે છેતરી ગયા છે. આજસુધી ક્યારેય નહીં છેતરાયેલો લોન્ગ આ વાતથી ભારે ઉશ્કેરાઈ ગયો. એનો ચહેરો તંગ બની ગયો, જેમાં પેદા થયેલા ભાવમાં ગુસ્સો હતો, અકળામણ હતી અને આછેરો ડર પણ હતો; ઈન્ટરપોલ દ્વારા પોતાની ફેક્ટરી સુધી પહોંચી જવાનો