ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 1

(145)
  • 7.9k
  • 13
  • 4.1k

સિઝન 1 સંક્ષિપ્તમાં.... રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે જાણકારી મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને માધવ દેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ. બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી