(યશ્વીએ લખેલું નાટક સાન્વીની સ્કૂલમાં પ્રેઝન્ટેશન થાય છે અને બધા જ વખાણ કરે છે. યશ્વી સોહમને જન્મ આપે છે. સોનલ, નિશા અને યશ્વી કોન્ફરન્સ કોલથી શનિવારે મળવાનું નક્કી કરે છે. હવે આગળ...) યશ્વી શનિવારની આતુરતાથી રાહ જોવે છે. શનિવારે યશ્વી, સોનલ અને નિશા નક્કી કરેલી જગ્યા અને સમયે મળે છે. ત્રણ વર્ષે પછી ફ્રેન્ડસ મળતી હોવાથી તે પહેલાં તો એમની આંખોમાં આસું આવી જાય છે. અને પછી એકબીજાને ભેટી પડે છે. થોડી વારે એકબીજાથી છૂટા પડીને તેઓ વાતે વળગે છે. પહેલાં પોતાની દોસ્તી અને એની લડાઈઓ યાદ કરીને તેને વાગોળે છે. પછી કોલેજમાં પ્રોફેસર ને નામ પાડવા, કેન્ટીનમાં મસ્તી, બીજાઓને