ગત ભાગ- ૧ માં આપણે માનસ ની સંઘર્ષ યાત્રા જોઈ,સફળતાની યાત્રા જોઈ.. જોયું કે માનસ ફકત ધોરણ ૮ નાપાસ હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ની ટોચે છે અને એ ધન પણ નીતિ ધર્મ ના રસ્તે મેળવેલું છે. સતત સંઘર્ષ પુરુષાર્થ અને લક્ષ ને પ્રાપ્ત કરવાની જીજીવિષા માનસ ના વ્યક્તિત્વ માં ઠાંસી ઠાંસીને ભરી પડી છે. કોઈ પણ માણસ ને પોતાનો બનાવવાની જાદુઈ લાકડી માનસ પાસે છે અને એ જ છે તેની સફળતાનું રહસ્ય. બચપણ થી લોઢા સાથે ની તેની મથામણે તેને આ મુકામે પહોંચાડી છે. દરેક વ્યક્તિ સાથેનો તેનો વ્યવહાર ખૂબ જ ઉદારતાભર્યો અને સહ્રદયતા થી ભરપૂર હોય