ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 23

(45)
  • 3k
  • 3
  • 950

જંગલી વરુના દાંત મેરીના પગની ઘૂંટણના નીચેના ભાગે ઊંડે સુધી ખૂંપી ગયા હતા. આવી અસહ્ય વેદના સહન ના થતાં મેરી ચીસ પાડીને બેભાન થઈ ગઈ હતી. રોબર્ટ ફાટી આંખે મેરી તરફ જોઈ રહ્યો હતો. મેરીના બેભાન શરીરની પાસે પેલું જંગલી વરુ નિષ્પ્રાણ થઈને પાડ્યું હતું. રોબર્ટની લાકડીના બે જોરદાર ફટકા વરુના માથા ઉપર પડ્યા એટલે વરુના શરીરમાંથી પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આછું અંધારું હવે ગાઢ થઈ રહ્યું હતું. આજુબાજુ મોટુ ઘાસ હતું એટલે જીવજંતુઓ રોબર્ટને પરેશાન કરી રહ્યા હતા. મેરી બેભાન થઈ ગઈ એટલે રોબર્ટનો ચહેરો તો સાવ ઉતરી ગયો હતો. રોબર્ટ ઉભો અને એણે બેભાન મેરીને પોતાના બન્ને