જંગલી વરુનો હુમલો. ************ "રોબર્ટ અહીંથી તળાવ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે નહીં.!' તળાવ કિનારે ઝાડ ઉપર બાંધેલા માંચડા ઉપર બેઠેલી મેરીએ તળાવના શાંત પાણી ઉપર નજર નાખતા રોબર્ટને પૂછ્યું. "હા બહુજ મનમોહક લાગી રહ્યું છે.' તળાવ બાજુ સ્થિર નજર રાખીને બેઠેલો રોબર્ટ બોલ્યો. સાંજ પડી ચુકી હતી. સૂર્ય પશ્ચિમમાં ડૂબવાની તૈયારીમાં હતો. સૂર્યના આછા કિરણો તળાવના પાણીમાં પડી રહ્યા હતા. આકાશમાં રાતાશ ફેલાઈ ગઈ હતી. એ રાતાશનું સીધું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડતું હોવાથી તળાવનું પાણી પણ રાતાશ પડતું દેખાઈ રહ્યું હતું. "મેરી તું અહીંયા ઉપર બેસી રહે તો હું કંઈક ખાવાનું શોધી લાવું.' રોબર્ટ તળાવના પાણી ઉપરથી નજર