ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 18

(53)
  • 2.7k
  • 5
  • 1.1k

રોબર્ટ અને મેરી એમના સાથીદારોથી છુટા પડ્યા. **************************************** ડાળીમાંથી જાળી મુક્ત થતાં રોબર્ટ અને મેરી હાથીની પીઠ ઉપર પછડાયા. રોબર્ટ તો હાથીની પીઠ ઉપર જ ચોંટી પડ્યો. મેરી ગબડીને હાથીની પીઠ ઉપરથી નીચે પડવા જતી હતી ત્યાં તો રોબર્ટે એનો એક હાથ મેરીની કમર ફરતે વીંટાળીને ભરડો લઈ લીધો. મેરી નીચે પડતા પડતા બચી ગઈ. જો રોબર્ટે સમયસર મેરીને પકડી ના હોત તો મેરી નીચે ગબડી પડી હોત અને પાછળ આવતા તોફાની હાથીઓના પગ નીચે ચગદાઈ ગઈ હોત. રોબર્ટે મેરીને પકડી રાખી એટલે મેરીમાં હિંમત આવી. એણે પણ થોડીક તાકાત અજમાવીને હાથીની પીઠ ઉપર પોતાના શરીરને સંતુલિત કર્યું. રોબર્ટ