ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 17

(51)
  • 3.1k
  • 1
  • 1.1k

હાથીઓનું તોફાની ઝુંડ. ***************** "જ્હોન સામે જો પેલા જંગલીઓ ઝાડી તરફ નાઠા.! ભાષાશાસ્ત્રી એન્થોલી બુમ પાડતા બોલી ઉઠ્યા. "ઓહ.! તો પછી આ બધું એમનું કારસ્તાન છે.' આમ કહીને જ્હોને રિવોલ્વર આગળ લંબાવી અને ધડા ધડ ગોળીઓ છોડીને ભાગી રહેલા જંગલીઓના ટોળામાંથી ચારપાંચ જંગલીઓને વીંધી નાખ્યા. તીરકામઠાં વાળા જંગલીઓનો સામનો કર્યા બાદ આખો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યાં તો જંગલીઓએ રચેલી વેલાઓની જાળી વડે મેરીના બન્ને પગ સખત રીતે જાળીમાં જકડાઈ ગયા અને મેરી ઊંધા માથે ઝાડની ઉપર ખેંચાયેલી જાળમાં નીચેની તરફ લટકી રહી. અને ચીસો પાડવા લાગી. જંગલીઓએ દિમાગ લગાવીને આ જાળ પાથરી હતી. પહેલા વેલાઓ વડે જાળ બનાવવામાં